મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તા.14/03/2025ના રોજ રાત્રીના સમયે માન.કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહ નો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ પરવામાં આવી હતી. જેથી ઠંડી ને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવ નું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 22 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશ્નરથી મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. મહારાણીશ્રી નંદકુંવરબા આશ્ચયગૃહ મોરબી મા. નં.97265 01810 પર સંપર્ક કરવા જણાવાયું છે.

