HomeGujaratહળવદના કડીયાણામાં જાહેરમાં મારામારીની ઘટનામાં મામલો પોલીસ મથકે પહોચ્યો,સામ-સામી ફરિયાદ

હળવદના કડીયાણામાં જાહેરમાં મારામારીની ઘટનામાં મામલો પોલીસ મથકે પહોચ્યો,સામ-સામી ફરિયાદ

હળવદના કડીયાણા માથક રોડ પર  વાહનોની અવર જવર વચ્ચે બે  જૂથ વચ્ચે જાહેરમાં ધોકા અને લાકડીઓ તલવાર જેવા હથીયાર ઉડ્યા હતા. જાહેરમાં મારામારી કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો જેમાં એક યુવક ને પેટના ભાગે ઈજા પહોચી હતી આ ઘટના બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આ મામલો અંતે પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં સામા સામી ફરિયાદ નોધાઇ હતી જૂના ઝઘડાને લઇ સમાધાન માટે ભેગા થયા બાદ ઝઘડો વધુ ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છ.

બે દિવસ પહેલા માથક ચોકડી પાસે જાહેર રોડ પર મારામારી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિવાદનો અંત લાવવા માટે બંને પક્ષો કડિયાણા માથક રોડ પર એકઠા થયા હતા. જોકે, સમાધાન થવાને બદલે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી અને જોતજોતામાં બંને જૂથો હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા.આ ઘટનામાં  જશીબેન કાળુભાઈ વાઘેલાએ મહાદેવ કાળુભાઈ, સામંત મહાદેવભાઈ અને અન્ય એક વ્યક્તિ સહિત કુલ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.જયારે સામે પક્ષે  મહાદેવ કાળુભાઈ દેત્રોજાએ સામા પક્ષના નવઘણ કાળુ દેવીપુજક અને વિક્રમ સહિત 2 લોકો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.આ હિંસક અથડામણ બાદ હળવદ પોલીસે  બંને પક્ષોના સામસામે આક્ષેપો સાથે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW