મોરબી જિલ્લામાં ઓનલાઈન શિક્ષણના નામે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ પોતાની દીકરીના અભ્યાસ માટે Pigeon Education Technology કંપનીની “Oda Class” નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ધોરણ–૮માં અભ્યાસ કરતી દીકરીનું અભ્યાસ સ્તર સુધારવા માટે ફરીયાદીએ એપ્લિકેશન મારફતે શરૂઆતમાં બે વખત રૂ.૪૯/- જેટલું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ માસ્ટર કોર્સ માટે ફરીયાદીએ વધુમાં રૂ.૧૦૦૦/-નું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.
આ દરમ્યાન આરોપીઓ દ્વારા વિપુલભાઈ નવી લિંક મોકલી આપવામાં આવી હતી. અગાઉના પેમેન્ટની વિગતો દેખાતા નથી વિપુલ ભાઈને વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ તા.૦૭ એપ્રિલ ૨૦૨૪ના રોજ ફરીયાદીએ UPI મારફતે રૂ.૧૧,૦૦૦/-ની ફી ચુકવી દીકરીનું ધોરણ–૮નું એનલોલમેન્ટ કરાવ્યું હતું. પરંતુ પેમેન્ટ કર્યા બાદ પણ Oda Class એપ્લિકેશનમાં કોઈ એનરોલમેન્ટ અપડેટ જોવા મળ્યું નહોતું અને દીકરી માટે અભ્યાસની બેંચ પણ શરૂ કરવામાં આવી નહોતી. આ બાબતે ફરીયાદીએ અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ ફોનનો જવાબ આપવાનું ટાળ્યું હતું.ત્યારે ફરીયાદીને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની શંકા જણાતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા કલમ ૪૦૬, ૪૧૯, ૧૧૪ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૬(ડી) હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

