HomeGujaratમોરબીમાં રૂપિયા બાબતે થયેલ ઝઘડામાં મિત્રના હુમલામાં યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો

મોરબીમાં રૂપિયા બાબતે થયેલ ઝઘડામાં મિત્રના હુમલામાં યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો

મોરબી નજીક આવેલા રફાળેશ્વર વિસ્તારમાં મિત્રોએ જ યુવક પર ટાઇલ્સથી હુમલો કરતા તેને ગંભીર હાલતમાં પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બાદ બનાવ્યો હતો આ અંગે તાલુકા પોલીસ દ્વારા મૃતકના માતાની ફરિયાદ નોંધ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલા રફાળેશ્વર ગામ પાસે ના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા ભરત જગદીશભાઈ ચૌહાણ નામનો ત્રીસ વર્ષનો યુવાન બે દિવસ પહેલા આ જ વિસ્તારમાં આવેલી કૈલાશ ઇન્ડસ્ટ્રી નામની  નળિયા ફેક્ટરીમાં તેના પ્રદીપ કોળી અને ગોપાલ ઝાપડા નામના વ્યક્તિ સાથે ભેગા થયા હતા અને જમવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા હતા ત્યારે રૂપિયા ની બાબતે માથાકૂટ થઈ હતી જે વાત આરોપીઓ દ્વારા ભરતના પેટમાં ટાઇલ્સના ઘા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પ્રાથમિક સારવાર બાદ તબિયત વધુ લથડતા ભરતને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ભરત દમ તોડી દેતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો બનાવ વખતે મૃતક ભરતની માતા તેમની દીકરીના ઘરે જામનગર ગઈ હતી જ્યારે ભરતના પિતા હાલ હયાત ન હોવાનું સામે આવ્યુ છે

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકની માતાની ફરિયાદ આધારે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોધી  આરોપીઓની શોધખોળ હાથ ધરી છે બનાવ અંગે તાલુકા પોલીસે બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW