HomeGujaratવાંકાનેરમાં નજીવી બાબતે બે શખ્સોનો મહિલા પર હુમલો

વાંકાનેરમાં નજીવી બાબતે બે શખ્સોનો મહિલા પર હુમલો

વાંકાનેર શહેરના રામ ચોક વિસ્તારમાં આવેલા શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ તેમની જ શેરીમાં રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી અને બટુકભાઈ ગોરધનભાઈ મેઘાણી સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદ મુજબ, ધુળેટીના તહેવાર નિમિત્તે શેરીમાં બાળકો રંગ અને પાણીથી રમતા હતા. આ દરમિયાન આરોપી જ્યોતિકાબેન ત્યાં આવી અને છોકરાઓ સાયકલ પર બેસી મોબાઇલથી વીડિયો ઉતારી રહ્યા હોવાનું જણાયું હતું. સાયકલ આરોપીના ઘર પાસે રાખવામાં આવી હોવાથી છોકરાના વાલીઓ સહિત ફરીયાદી અને અન્ય લોકો વાત કરવા આરોપીના ઘરે ગયા હતા.

તે સમયે બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગ્યા હતા અને છૂટા પડેલા પથ્થર તથા ઈંટોથી હુમલો કર્યો હતો. ઉપરાંત લાકડી વડે ફરીયાદી તથા તેમના સાથીઓને હાથ, પગ અને શરીરના ભાગે માર મારતા ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ખુશ્બુબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW