મોરબીના કબીર ટેકરી વિસ્તારના રહેણાંક મકાનમાં જુગાર આરોપી કિશન અગેચણીયાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રૂપિયા ઉઘરાવતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા કિશન નરશીભાઇ અગેચણીયા, મીલનભાઇ નરશીભાઇ અગેચણીગા, સુનીલભાઇ જગદીશભાઇ સનારીયા, જીગરભાઇ વ્રજલાલ દસાડીયા, પરાગભાઇ ભાગવતભાઇ પંચાસરા, આકાશભાઇ સુરેશભાઇ માંડવીયા, દીલીપભાઇ રજનીકાંતભાઇ મહેતા, વિશાલભાઇ પ્રફુલભાઇ મહેતા, વિશાલભાઇ રાજેશભાઇ રાજદેવ, રવીરાજભાઇ દિનેશભાઇ પારેખ, જીતેન્દ્રભાઇ રમેશભાઇ વાળા, અજયભાઇ શામળદાસ કાગડા, કૌશલભાઇ પ્રફુલભાઇ ખીલોશીયા, કલ્પેશભાઇ જગદીશભાઇ સોલંકી, રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા, દેવાંગભાઇ મહેન્દ્રભાઇ મહેતા, મૌલીકભાઇ વીજયભાઇ રાણપરા અને ધીમલભાઇ હર્ષદભાઇ ગોસાઇને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂપિયા 2,15,000 રોકડા અને 8 બાઇક સહિત 6,15,250 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

