મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે માવઠાની અવર જવર વચ્ચે શિયાળુ પાકની સીઝન પૂર્ણ થવા આવી છે અને હાલ જે વિસ્તારમાં સિંચાઈની સગવડ છે તેવા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકની તૈયારી શરુ કરી દીધી છે.
હાલ તલનું વાવેતર 417 હેક્ટરમાં જ્યારે 965 હેક્ટરમાં ઘાસચારો અને 226 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. જ્યારે મોરબી માળિયા તાલુકાના અનેક ગામડાંમાં હજુ ખેતરમાં જીરુંનો પાક ઉભો હોવાથી વાવેતર નહિવત્ છે પરંતુ આગામી સપ્તાહમાં આ વાવેતરનો આંકડો વધે તેવી શક્યતા છે.
મોરબી જિલ્લામાં પ્રથમ સપ્તાહમાં 1757 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયું છે જેમાં વાંકાનેરમાં 948 હેક્ટરમાં જયારે હળવદમાં 480 હેક્ટરમાં વાવેતર થયું છે મોરબી તાલુકામાં 200 હેક્ટર અને ટંકારામાં 125 હેક્ટરમાં વાવેતર થયું છે.
માળિયા મિયાણા તાલુકામાં હજુ સુધી વાવેતર શરુ થઇ શક્યું નથી જેનું એક કારણ ખેતરમાં હજુ જીરુંનો પાક ઉભો હોય અને છેલ્લા તબક્કામાં હોય નર્મદાનું આ વિસ્તારમાં હાલ પિયત માટે પાણી અપાઈ રહ્યું છે અને આગામી એક બે સપ્તાહ બાદ કેનાલના મેન્ટેન્સ અને સફાઈના કામથી કેનાલમાં પાણી બંધ થવાનું હોવાથી મોટા ભાગના ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરવા અપીલ કરાઈ રહી છે
જેના કારણે આ વર્ષે હળવદ માળિયા તેમજ મોરબી તાલુકામાં વાવેતર મોડું થવાની સાથે ઘટાડો પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
જો કે હજુ ઉનાળુ વાવેતરના પ્રથમ સપ્તાહ જેટલો સમય હોવાથી કોઈ પણ અંદાજ લગાવવો વહેલો થઇ શકે છે
પાક મુજબ જોઈએ તો મોરબી માં 965 હેક્ટરમાં ઘાસ ચારો અને 226 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર છે 417 માં તલ અને 105 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર જોવા મળ્યું છે.

