HomeGujaratટંકારામાં એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી ગેંગનો ભાંડા ફોડ એક શખ્સની ધરપકડ 9.29...

ટંકારામાં એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી ગેંગનો ભાંડા ફોડ એક શખ્સની ધરપકડ 9.29 લાખનો મુદામાલ જપ્ત

 ટંકારા તાલુકાના વિવિધ ગામોની સીમમાં પી.જી.વી.સી.એલ.ના થાંભલાઓ પરથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો  ટંકારા પોલીસે ભાંડો ફોડ્યો છે અને મૂળ રાજસ્થાનના એક શખ્સને  ઝડપી પાડ્યો હતો જેની પૂછ પરછ માં વધુ ત્રણ આરોપીના નામ ખુલ્યા હતા. પોલીસે કેબલ ચોરી બે વણશોધાયેલા ગુનાઓ ઉકેલી  કુલ 9,29,750  રૂપિયાનો મુદ્દામાલ કબજે  કર્યો હતો.

ટંકારા પોલીસ પાસેથી મળતી માહિત મુજબ ગત તા. 27  ફેબ્રુઆરી ના રોજ સાવડી ગામની સીમમાં અરણેશ્વર ફીડરના  16 વીજ પોલ પરથી અંદાજે  1800 મીટર એલ્યુમિનિયમ વાયર તથા મિતાણા, હીરાપર અને સરાયા ગામોના વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી કુલ  7240  મીટર વાયરની ચોરી થઈ હોવાના  બે અલગ-અલગ ગુના રજિસ્ટર થયા હતા.

 જે ઉકેલવા રેન્જ આઈ જી  અશોકકુમાર યાદવ, એસપી  મુકેશ પટેલ  તથા ડી વાય એસ પી  જે.એમ.આલ દ્વારા મોરબી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા, મુદ્દામાલ રિકવર કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસાર પી આઈ  કે.એમ. છાસીયા અને સ્ટાફ દ્વારા  ટેકનિકલ માધ્યમો, ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી . ભંગારના ડેલાઓ પર સર્વેલન્સ ગોઠવી અને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન છતર-વાછકપર રોડ પર બોલેરો મેક્સી વાહન (નં. GJ-03-BW-3157) શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું. વાહન તપાસતાં તેમાં એલ્યુમિનિયમ વાયરના ગુંચરા મળી આવ્યા. વાહનચાલક કિશન મોહનલાલ ગુર્જર પાસે કોઈ બિલ કે આધાર પુરાવો ન હોવાથી પૂછપરછ કરતાં તેણે સાવડી ગામની સીમમાંથી વાયર ચોરી કર્યાની કબૂલાત આપી. રિમાન્ડ મેળવી વધુ પૂછપરછમાં આરોપીએ મિતાણા, હીરાપર, સરાયા ગામોમાંથી પણ વાયર કાપી ચોરી કર્યાનું તથા તેને ભઠ્ઠીમાં સળગાવી ઢાળીયા બનાવી છતર-રાજકોટ હાઇવે પરના ભંગાર ડેલામાં સંતાડ્યાનું જણાવ્યું. આથી પોલીસે ત્યાંથી એલ્યુમિનિયમના ઢાળીયા અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો.

પકડાયેલ આરોપી: કિશન સો/ મોહનલાલ ગુર્જર (ઉં. 26 વર્ષ), રહે. ડીડવાના, તા. આમેટ, જી. રાજસમંદ (રાજસ્થાન)

પકડવાના બાકી આરોપીઓ:

  1. કિશન આશારામ ગુર્જર – રહે. પીથા કા ખેરા ગામ, તા. દેવગઢ, જી. રાજસમંદ (રાજસ્થાન)
  2. કૈલાશસિંગ ઉર્ફે જીવરાજસિંગ રાવત – હાલ ટંકારા, મૂળ બ્યાવર (રાજસ્થાન)
  3. શ્રવણસિંહ – રહે. રાજસ્થાન

કબજે કરેલ મુદ્દામાલ (કુલ અંદાજિત કિંમત ૯,૨૯,૭૫૦ રૂ.)

  • સફેદ ધાતુનો એલ્યુમિનિયમ વાયર – આશરે  465  કિલો ( 1,96,000 રૂ.)
  • એલ્યુમિનિયમના ઢાળીયા તથા વાયર – કુલ 925 કિલો ( 3,23,750  રૂ.)
  • મોબાઇલ ફોન – ,1  નંગ ( રૂ.10,000 )
  • બોલેરો મેક્સી વાહન (GJ-03-BW-3157) –રૂ 4 ,00 ,000 .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW