HomeGujaratમોરબીની પી.જી. પટેલ કૉલેજ દ્વારા મહેંદી, મેકઅપ, હેરસ્ટાઇલ જેવી કલાત્મક સ્પર્ધાઓનું આયોજન...

મોરબીની પી.જી. પટેલ કૉલેજ દ્વારા મહેંદી, મેકઅપ, હેરસ્ટાઇલ જેવી કલાત્મક સ્પર્ધાઓનું આયોજન કરાયું

મોરબીની પી.જી. પટેલ કોલેજ ખાતે તા. 28/02/2026ના રોજ વિદ્યાર્થીનીઓની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા મહેંદી, મેકઅપ, હેરસ્ટાઇલ તથા નેઇલ આર્ટ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સંસ્થામાં સમયાંતરે સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાતી રહે છે. વિદ્યાર્થીનીઓની અંદર રહેલી પ્રતિભાને મંચ મળે અને તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

સ્પર્ધામાં B.Com., B.B.A., B.A. અને M.Com. જેવી વિવિધ વિદ્યાશાખાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહેંદી સ્પર્ધામાં તેમણે હાથ પર સુંદર અને નાજુક ડિઝાઇન બનાવી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે મેકઅપ, આધુનિક હેરસ્ટાઇલ અને નેઇલ આર્ટ દ્વારા મોડેલ્સને આકર્ષક રીતે સજાવી પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી.

આ પ્રસંગે ડાયમંડ બ્યુટી પાર્લરમાંથી નિષ્ણાત તરીકે આયમન મેડમ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સ્પર્ધકોના કાર્યનું મૂલ્યાંકન કરી વિજેતાઓ જાહેર કર્યા હતા. વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજના મતે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં તેમજ વ્યવસાયિક કુશળતાઓ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW