HomeGujaratમોરબીમાં આધેડની હત્યા કરી લાશ કારખાનામાં દાટી દેવાની ઘટનામાં 7 શખ્સ સામે...

મોરબીમાં આધેડની હત્યા કરી લાશ કારખાનામાં દાટી દેવાની ઘટનામાં 7 શખ્સ સામે નોધાઇ ફરિયાદ

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા અને જમીન વ્યવસાય સાથે જોડાયેલ તાજ મહમદ ભટ્ટી નામનો આધેડ  ગત તા 19ના રોજથી લાલબાગ ખાતે જમીન મકાનના કામ માટે ગયા બાદથી ગુમ હતો જે અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમ સુદા નોધાઇ હતી આ અંગે તાજમહમદ ભટ્ટીના પુત્ર રિયાઝે પોલીસ મથકમાં બાલુભાઈ અઘારા નામની વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી હતી અને તેના આધારે પોલીસે શંકા સ્પદ વ્યક્તિની પૂછ પરછ કરી હતી દરમિયાન ટેકનીકલ સેલની મદદથી શંકા વધુ દ્રઢ બનતા અંતે પોલીસે વધુ કડક પૂછ પર છ કરતા આરોપી બાલુએ ચોકાવનાર ખુલાસો કર્યો હતો

આ શખ્સ દ્વારા તેના ભાઈ પિતા તેમજ અન્ય સાથીઓ સાથે મળી તેની હત્યા નીપજાવી હોવાની લાશ પીપળી રોડ પર આવેલા શિવાય કોલ નામની ફેકટરીમાં દાટી દીધી હોવાની કબુલાત આપતા પોલીસ જેસીબી ફોરેન્સિક ટીમ સાથે પહોચી હતી અને ત્યાં તપાસ કરતા ત્યાંથી આરસીસીથી પાકું ધાબુ કરાયેલ જગ્યામાં ખોદકામ કરી મૃતકના અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવતા તેનું ફોરેન્સિક પીએમ કરાયું હતું

પોલીસે બનાવમાં મૃતક તાજ મહમદ ભટ્ટીના પુત્ર  રીયાઝની ફરિયાદ નોધી હતી જેમાં મૃતક થોભણભાઈ અઘારા તેમના પુત્ર બાલુભાઈ અઘારા સાથે જમીન લે વેચાણ ના વ્યવસાય સાથે જોડાયેલ હોય અને તેમાં રૂપિયા લેતી દેતીના મુદ્દે હત્યા કરી લાશ સળગાવી દીધી હતી આ અંગે રિયાઝે બાલુ થોભણ અઘારા જીતેશ બાલુભાઈ અઘારા રમેશ અરજણ અઘારા વિશાલ રમેશ વાધડીયા ભાવેશ થોભણ અઘારા જયદીપ કાના સેરશીયા અને થોભણ ઘેલાભાઈ અઘારા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW