HomeGujaratમોરબીમાં પેકેજીંગ કારખાનામાં મશીનની બ્લેડ ગળાના ભાગે વાગતા ભાગીદારનું મોત

મોરબીમાં પેકેજીંગ કારખાનામાં મશીનની બ્લેડ ગળાના ભાગે વાગતા ભાગીદારનું મોત

મોરબીના પટેલ કોલોની પી.જી. કોલોની પાછળ નિવાસ કરતા અને વેપાર કરતા વિજયભાઈ ભાનુશંકર શીલુનું દુર્ઘટનાજન્ય મોત નિપજ્યું છે. તેઓ ભાગીદારીમાં ચલાવતા મોરબી-શનાળા રાજકોટ રોડ પર આવેલા શ્રીજી એસ્ટેટ નેક્ષા સર્વિસ સ્ટેશનની પાછળ સ્થિત “શિવશંકર પેકેજિંગ” નામના કારખાનામાં એકલા હાજર હોય તે દરમિયાન કારખાનામાં પુઠા કાપવાના મશીનની સફાઈ કામ કરતી વખતે દોરડાની મદદથી મશીન ઊંચું કરવાની પ્રક્રિયા દરમિયાન અચાનક તેઓ મશીનની અંદર ફસાઈ ગયા જતા મશીનની બ્લેડ ગળાના ભાગે વાગતા તેમને માથા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW