HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2.61 કરોડની પુરાંત સાથે 776.97 કરોડના કદનું...

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2.61 કરોડની પુરાંત સાથે 776.97 કરોડના કદનું બજેટ મંજૂર

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે અને હાલની ચૂંટાયેલી પાંખની ટર્મ આગામી મહિનામાં પૂર્ણ થવાની છે ત્યારે આં ચૂંટાયેલી બોડીની અંતિમ સામાન્ય સભા આજે મળી હતી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અગાઉની સામાન્ય સભા કાર્યવાહી નોધ જુદી જુદી સમિતઓની કાર્યવાહી નોધને બહાલી આપવામાં આવી હતી

આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના સદસ્યોને તેમના વિસ્તારની સમસ્યા કે યોજનાકીય બાબતના સવાલ જવાબ માટે એક કલાકની  પ્રશ્નોત્તરીનો સમય રાખ્યો હતો પણ સૌથી મોટી વાત હતી હાજર એક પણ સભ્યના સવાલ આવ્યા ન હતા  આ સભામાં અલગ અલગ 13 જેટલા એજન્ડા સમાવવામાં આવ્યા હતા. આ 13 પૈકી આવનાર નાણાકીય વર્ષ 2026 -27ના વર્ષના આવક અને ખર્ચનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું જેને  સર્વ સમંતિથી મંજુર કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા પંચાયતની હિસાબી શાખા દ્વારા  વર્ષ વર્ષ 2026 -27નું અંદાજપત્ર (બજેટ) તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં આ બજેટનું કુલ કદ કુલ રૂ.776 કરોડ 97 લાખનું આ બજેટ રજુ કરવામાં આવ્યું છે તેમાં આવક ખર્ચ અને સિલક ની વાત કરીએ આ બજેટમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળના અંદાજપત્ર માટે વર્ષ ૨ 2026-27ની ખુલતી સિલક રૂ.07 કરોડ 55ની દર્શાવવામાં આવી છે તો આવનાર વર્ષમાં વિવિધ મહેસુલી અને મૂડી આવકનો અંદાજ રૂ. 17 કરોડ 78  લાખ મળીને કુલ રૂ. 25  કરોડ45  લાખનું ભંડોળ ઉપલબ્ધ  હોવાનું જણાવાયું છે જેમાંથી  જિલ્લા પંચાયત સ્વભંડોળ માટે રૂ. 22  કરોડ 83 લાખનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રૂ. 2 કરોડ 61 લાખની પુરાંત (સરપ્લસ) રહેવાની શક્યતા છે.

આ બજેટમાં વિવિધ ક્ષેત્રોમાં નીચે મુજબની મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે:

– સામાન્ય વહિવટ ક્ષેત્ર → રૂ.1.67 કરોડ
– પંચાયત અને વિકાસ ક્ષેત્ર→ રૂ. 10.32 કરોડ
– શિક્ષણ ક્ષેત્ર → રૂ. 2.63 કરોડ
– આરોગ્ય ક્ષેત્ર → રૂ.42.71 લાખ
– (આંગણવાડી અને બાળ વિકાસ) → રૂ. 10 લાખ
– ખેતીવાડી ક્ષેત્ર → રૂ. 15.10 લાખ
– પશુપાલન ક્ષેત્ર → રૂ. 6.30  લાખ
– સમાજ કલ્યાણ ક્ષેત્ર → રૂ. 1.20 કરોડ
– કુદરતી આફતો માટે → રૂ.76 લાખ
– બાંધકામ ક્ષેત્ર → રૂ. 3.91 કરોડ
– સિંચાઈ ક્ષેત્ર → રૂ. 54 .50 લાખ (ચોપન લાખ પચાસ હજાર)
– પ્રકિર્ણ યોજનાઓ અને કાર્યો → રૂ. 1.03 કરોડ

આ અંદાજપત્રમાં પંચાયતની પોતાની પ્રવૃત્તિઓ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, મંજૂર રસ્તા, સિંચાઈ તથા અન્ય વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાપંચ તરફથી મળતી સહાયનો પણ વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવાનું આયોજન છે.

બજેટ રજુ થયા બાદ કોંગ્રેસ સદસ્ય ભુપતભાઈ ગોધાણી દ્વારા સિંચાઈ શાખામાં બજેટમાં ૫૪.50 લાખની જોગવાઈને બદલે તે રકમ વધારો કરવા સૂચન કર્યું હતું જેથી નાની સિંચાઈના તળાવ ઊંડા કરવા કે ચેક ડેમ રીપેરીગ કામગીરી કરી શકાય જોકે ભાજપ સદસ્યો દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે તેના માટે પુરતી રકમ ફાળવામાં આવતી હોવાનો દાવો કરી ગ્રાન્ટ વધારો કરી સુધારો કરવાની જરૂર નથી તેમ કહી તેમની રજૂઆત ફાળવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW