મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે 20 ફેબ્રુઆરી 2026ના રોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ના અવસર પર સાયન્સ ફેર 2026નું ભવ્ય આયોજન થયું હતું. આ ફેરમાં વિદ્યાર્થીઓએ અનેક નવીન પ્રોજેક્ટ રજૂ કર્યા, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું એક બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલ સોલાર કારનું કાર્યરત મોડેલ! સૌર ઊર્જાનો ઉપયોગ કરીને કેવી રીતે ભવિષ્યની કાર બની શકે – પર્યાવરણને સ્વચ્છ રાખીને અને ઇંધણની બચતનો હતો
આ ઉપરાંત “પોલ્યુશન સોલ્યુશન” પ્રોજેક્ટ પણ ખાસ આકર્ષણ બન્યો, જેમાં હવાના પ્રદૂષણને ઘટાડવા માટે નવીન ટેક્નોલોજી આધારિત વિચારો રજૂ કરાયા.
આ કાર્યક્રમમાં ડીપીઈઓ નમ્રતા મહેતા, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા, એજ્યુકેશન ઇન્સ્પેકટર ધર્મિષ્ઠાબેન કડીવાર શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારિયા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
ધોરણ 5થી 9ના વિદ્યાર્થીઓએ વર્તમાન સમયને અનુરૂપ અદ્ભુત પ્રોજેક્ટ તૈયાર કર્યા. શિક્ષકોના માર્ગદર્શન અને સતત મહેનતથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાયો. વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને વિદ્યાર્થીઓની કમાલની પ્રશંસા કરી હતી. આ સફળતામાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, નિલેશભાઈ અઘારા, પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકી અને તમામ શિક્ષકોની અથાગ મહેનત સહયોગ મળ્યો હતો

