HomeGujaratમોરબીમાં 'સાયન્સ ફેર'ની ધૂમ: વિદ્યાર્થિનીઓએ લાઈવ ટેસ્ટિંગ દ્વારા ખોરાક અને કોસ્મેટિક્સમાં રહેલી...

મોરબીમાં ‘સાયન્સ ફેર’ની ધૂમ: વિદ્યાર્થિનીઓએ લાઈવ ટેસ્ટિંગ દ્વારા ખોરાક અને કોસ્મેટિક્સમાં રહેલી ભેળસેળનું ‘સસ્તું સત્ય’ ખુલ્લું પાડ્યું!

મોરબીમાં હાલમાં જ જનજાગૃતિનો એક અનોખો પ્રયાસ જોવા મળ્યો. “ભેળસેળ મુક્ત ભોજન, કેમિકલ મુક્ત જીવન”ના સૂત્ર સાથે શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા બે દિવસીય ‘સાયન્સ ફેર’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ લોકોના ઘરેથી આવેલા સેમ્પલ્સનું લાઈવ ટેસ્ટિંગ કરી સૌને ચોંકાવી દીધા હતા.
મોરબીના કન્યા છાત્રાલય કેમ્પસ ખાતે ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન અને જનજાગૃતિનો ત્રિવેણી સંગમ રચાયો હતો.  બેચરભાઈ હાથી,  એ. કે. પટેલ અને  રમેશભાઈ મેરજાના હસ્તે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં માત્ર પ્રયોગો જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ગંભીર બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.કોલેજના પ્રિન્સીપાલ આરતી રોહન અને સમગ્ર મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ જે આત્મવિશ્વાસથી વૈજ્ઞાનિક સમજ પૂરી પાડી, તેને આખા મોરબીએ બિરદાવી છે. આ કાર્યક્રમે સાબિત કરી દીધું કે વિજ્ઞાન જ્યારે સમાજની સેવામાં જોડાય છે, ત્યારે જ તે ખરા અર્થમાં સાર્થક બને છે

મુખ્ય હાઇલાઇટ્સ:
  • ૩૨૦ થી વધુ સેમ્પલનું ટેસ્ટિંગ: બે દિવસમાં મોરબીના જાગૃત નાગરિકો દ્વારા ૨૭૦ ખાદ્ય પદાર્થો અને ૫૦ જેટલા કોસ્મેટિક્સ સેમ્પલ લાઈવ ટેસ્ટિંગ માટે લાવવામાં આવ્યા હતા.
  • ઘી-તેલનું લાઈવ સત્ય: રસોડામાં વપરાતા દૂધ, ઘી, તેલ, મધ અને મસાલામાં રહેલી ભેળસેળ વિદ્યાર્થિનીઓએ રાસાયણિક પ્રક્રિયા દ્વારા લોકોની નજર સામે સાબિત કરી બતાવી હતી.
  • બ્યુટી લેબનું આકર્ષણ: લિપસ્ટિક, નેલ પોલિશ અને લોશન જેવા મોંઘા કોસ્મેટિક્સમાં છુપાયેલા હાનિકારક કેમિકલ્સે ગૃહિણીઓને વિચારતી કરી મૂકી હતી.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW