તાજેતરમાં ગોંડલમાં સાસરે રહેતી એક મહિલા દ્વારા મોરબીના વતની અને કેનેડાના પીઆર ધરાવતા તેના પતિ પર શારીરિક માનસિક ત્રાસ ને લગતી ફરિયાદ મહિલા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જેમાં મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના પતિ અને સાસરીયા દ્વારા વર્ષ 2018 માં વાંકાનેરની શ્રધ્ધા હોસ્પિટલ તેમજ રાજકોટની સિધ્ધિ વિનાયક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવાયા ના પણ ગંભીર આક્ષેપ કરતા ખુદ જિલ્લા આરોગ્ય તંત્રની સામે પણ સવાલ ઊભા થયા હતા કારણ કે ગર્ભ પરીક્ષણ કરવું પ્રતિબંધિત કૃત્ય છે અને તેને રોકવા આકરા પગલા લેવાની સરકાર દ્વારા આદેશ કરાયા છે જેના ભાગરૂપે તમામ મેટરનીટી હોમ કેસોનોગ્રાફી સેન્ટરનું નિયમિત ચેકીંગ કરવાનું તેમજ તેમાં આવતા દર્દીઓની વિગત નોંધવા અને તેની આરોગ્ય વિભાગ જ્યારે તપાસ માટે માગે ત્યારે રજૂ કરવાના હોય છે જોકે શ્રધ્ધા હોસ્પિટલમા ગર્ભપાતના આક્ષેપથી આરોગ્ય વિભાગ દોડતું થયું હોય તેમ શ્રધ્ધા હોસ્પિટલમા ખુદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તેની ટીમ દ્વારા અચાનક ચેકીંગ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન દર્દીઓનીરજીસ્ટ્રેશન લગતી કેટલીક માહિતી અધૂરી હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને તે બાબતે ખુલાસો આપવા પણ જણાવ્યું છે.

