HomeGujaratજનકલ્યાણનગરમાં રૂ1.35 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથે બનશે ગાર્ડન

જનકલ્યાણનગરમાં રૂ1.35 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથે બનશે ગાર્ડન

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જનકલ્યાણનગર વિસ્તારમાં રહેતા નાગરિકો માટે એક આધુનિક અને સુવિધાસભર ગાર્ડનના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત ₹1.95 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા n-Procure પોર્ટલ પર લાઈવ કરવામાં આવી છે, જેનાથી જલ્દી જ કામગીરી શરૂ થવાની શક્યતા છે.

જનકલ્યાણનગર અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સ્વાસ્થ્ય, મનોરંજન અને સામાજિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમાં શામેલ છે:

**હેલ્થ અને વેલનેસ ઝોન**
માં જોગિંગ માટે રબરાઈઝ્ડ સર્ફેસ ટ્રેક અને 1.8 થી 2.4 મીટર પહોળાઈવાળા પેવર બ્લોકના વોકવે.
– ઓપન જિમના અદ્યતન સાધનો તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોગા માટે વિશેષ યોગા પેવેલિયન.
– બાળકો માટે સુરક્ષિત ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જેમાં હિંચકા, સ્લાઈડ, ક્લાઈમ્બર્સ જેવા સાધનો સાથે ઈજા-રોકથામ માટે રેતી અને સેફ્ટી મેટ્સનું ફ્લોરિંગ.
– ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતું સાંસ્કૃતિક હબ.
– 80-100 વ્યક્તિઓની ક્ષમતાવાળું સ્ટેપ્ડ સીટિંગ એમ્ફીથિયેટર, જે સામાજિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે.
– વિશાળ સેન્ટ્રલ ગ્રીન ઝોન (લૉન) તથા આકર્ષક વોટર ફીચર્સ સાથે LED લાઈટિંગ ધરાવતા ડેકોરેટિવ ફુવારા.
– કમ્પાઉન્ડ વોલ પર રંગબેરંગી વોલ આર્ટ, સ્થાનિક કલાકારોના શિલ્પો અને આર્ટ ગેલેરી, જે ફોટોશૂટ અને સુંદરતા વધારવા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ઉપરાંત, ગાર્ડનમાં સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવશે, જેમ કે:
– સોલાર હાઈબ્રિડ LED લાઈટિંગ,
– અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ,
– વૃક્ષોના ઉછેર માટે ઓટોમેટેડ ડ્રિપ/સ્પ્રિંકલર ઈરિગેશન સિસ્ટમ,
– આરામદાયક બેઠક વ્યવસ્થા,
– ડિઝાઈનર ગેઝેબો,
– RCC/વુડ ફિનિશવાળા આધુનિક બેન્ચ,
– મુલાકાતીઓ માટે અલગ પાર્કિંગ વિસ્તાર જેમાં ઈન્ટરલોકિંગ ટાઈલ્સનો ઉપયોગ.

n-Procure પર ટેન્ડર લાઈવ થતાં જ આ પ્રોજેક્ટની અમલવારી ઝડપી બનશે. આ આધુનિક ગાર્ડનના નિર્માણથી જનકલ્યાણનગર અને આસપાસના વિસ્તારોને સ્માર્ટ સિટીની ઓળખ આપતું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે, જે નાગરિકોને સ્વાસ્થ્ય, મનોરંજન અને સામાજિક જીવન માટે એક નવું આકર્ષણ પૂરું પાડશે. આ પગલું મોરબીના નગર વિકાસમાં એક મહત્વનું યોગદાન સાબિત થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW