HomeGujaratમચ્છુ ડેમ-2માં ડૂબેલા સગીરની લાશ 45 કલાક બાદ મળી

મચ્છુ ડેમ-2માં ડૂબેલા સગીરની લાશ 45 કલાક બાદ મળી

મોરબી નજીક આવેલા મચ્છુ ડેમ-2 ખાતે ન્હાવા ગયેલા ત્રણ મિત્રો પૈકી એક સગીર ડૂબી જવાની ઘટના બાદ ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રવિવારે બનેલી આ દુર્ઘટનામાં પાણીમાં ગરકાવ થયેલા સગીરની લાશ અંદાજે 45 કલાક બાદ મળી આવતા પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, ત્રણ મિત્રો ડેમ ખાતે ન્હાવા પડ્યા હતા, ત્યારે અચાનક એક યુવક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શોધ માટે રાજકોટ તેમજ જામનગરની ફાયર વિભાગની ટીમો પણ સ્થળ પર પહોંચી જોડાઈ હતી અને સતત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

ભારે જહેમત બાદ સાહિલ દીપકભાઈ (ઉંમર 17 વર્ષ)ની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW