Friday, February 20, 2026
HomeGujaratક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા...

ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષના વૃદ્ધને નવજીવન અપાયું

મોરબી: 10 ફેબ્રુવારી,2026ના રોજ 83 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલ મા ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં આવ્યા હતા. ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા જણાયું કે, દર્દી નું ઓક્સિજન લેવલ માત્ર 78% છે, આંચકી આવેલી છે, હૃદયના ધબકારા અનિયમિત છે, લોહીની ઉલટી થય છે અને એમને એસ્પિરેશન ન્યુમોનીયા નામની ગંભીર બિમારી લાગુ પડેલ છે. દર્દી નું સોડિયમ લેવલ ખુબ ઓછું છે, ફેફસામાં બંને બાજુ અતિશય ચેપ ફેલાયેલો છે, તેમજ દર્દીનું GCS લેવલ ખૂબ ઓછુ જણાતા અને શ્વસનક્રિયા અતિશય ગંભીર હોવાથી તેમને તાત્કાલીક વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યાં. આમ 83 વર્ષની ઉંમરની સાથે આટલી બધી જીવલેણ બીમારીઓ એક સાથે લાગુ પડેલ હોવા છતાં ડો.સત્યજીતસિંહ જાડેજા નું ઉડાણ પૂર્વકનું નિદાન અને સચોટ સારવાર ફરીવાર સફળ થતા અને દર્દીને ખૂબ સારૂ થય જતા માત્ર એક અઠવાડિયામાં દર્દી ની હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી.

આમ ડૉ. સત્યજીતસિંહ જાડેજાના નેતૃત્વમાં આયુષ હોસ્પિટલમાં અનેક દર્દીઓના સચોટ નિદાન અને સતત સફળતાપૂર્વકની સારવારના પગલે અનેક દર્દીઓને નવજીવન મળેલા છે અને એમના નામે વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. આથી સમગ્ર મોરબી અને કચ્છ જિલ્લા ના દર્દીઓ માટે આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા એક આશાનું કિરણ બન્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page