HomeGujaratપુત્રીને સોશ્યલ મીડિયા મેસેજ કર્યાની આશંકાએ પિતાએ સગીરને ઢોર મારમાર્યો, 9 લોકો...

પુત્રીને સોશ્યલ મીડિયા મેસેજ કર્યાની આશંકાએ પિતાએ સગીરને ઢોર મારમાર્યો, 9 લોકો સામે ફરિયાદ

સોશિયલ મીડિયાની સારી અને નરસી બન્ને બાજુ છે, જો તેનો ઉપયોગ સારા હેતુ માટે થાય તો એક આશીર્વાદ બની શકે છે અને જો તેનો ઉપયોગ કરવામાં કાળજી ન રાખવામાં આવે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે ખાસ કરીને સગીર વયના બાળકો મોબાઇલ ફોન નો ઉપયોગ કરે છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હોય છે, આવી સ્થિતિમાં નાની અમથી ભૂલ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. મોરબીમાં વાલીઓ માટે ચેતવણી રૂપ ઘટના સામે આવી છે જેને વાલીઓનાં અને શિક્ષણ જગત બન્ને ગંભીર રીતે વિચારવા મજબૂર કર્યા છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતી એક સગીર છાત્રાને તે જ શાળાના જ એક સગીર છાત્રએ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હોવાની સગીરાના પિતાને આશંકા હોય તેની આશંકાએ સગીરાના પિતા અને અન્ય 9 જેટલા લોકોએ પ્રથમ ડી માર્ટ મોલ નજીક જાહેરમાં મારમાર્યો હતો અને ત્યાંથી તેને ઉપાડી લઈ ગયા હતા અને સાર્થક સ્કૂલ પાસે લઈ જઈ ત્યાં પણ ઢોર  મારમાર્યો હતો તેમજ ધાક ધમકી આપવામાં આવી હતી. ઘટના બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે ભોગ બનનાર સગીર છાત્રાએ સગીરવયની છાત્રાના પિતા તેમજ તેની સાથે આવેલા અન્ય 9 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ આ બનાવને પગલે એક તરફ શાળાનો માહોલ પણ ગંભીર બની ગયો હતો. હાલ આ અંગે બી ડિવિઝન પોલીસે સગીર બાળકના માતાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW