માળીયા પોલીસ મથક વિસ્તાર માં આવતા નવલખી પોર્ટ ન પ્લોટ નંબર 10 માં ગત તા 13 ના રાત્રિના સમયે આરોપી એ પોતાના હવાલાવાળો ટ્રક ટ્રેઇલર રજી નં. RJ-06-GC-3373 વાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બીજાની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી ઈશાભાઈ ઉમેરભાઇના દિકરા સિદિકભાઇ ઇશાભાઇ બુચડ જેઓ ચાલીને જતા હોય તેને પાછળથી ટક્કર લાગતા નીચે પાડી દીધા હતા અને તેના મોઢાના ભાગે ટ્રકનો ખાલી સાઈડનો આગળનો ટાયરનો જોટો ફરી જતા શરીરે ગંભીર ઇજા પહોચતા સિદ્દીક નું કમકમાટી ભર્યું મોત થયું હતું.જે અંગે ઇસાભાઈએ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

