મોરબીની જિલ્લા જેલની અગાઉની ઘટનાઓના કારણે જલસા ની જેલ તરીકે ઓળખવામાં આવતી હતી આ જેલમાં અગાઉ અનેક વખત વિવાદાસ્પદ વીડિઓ સામે આવ્યા છે જેમાં દારૂની મહેફિલ મળતા કે કેદીઓ જેલની બહાર આંટા મારતા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે ત્યારે હવે જેલમાં વધુ કડકાઈ લખાઈ રહી છે કે કેમ તે માટે અવારનવાર અમદાવાદની સ્કોવર્ડ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ગુરુવારે ફરી એકવાર અમદાવાદની જેલ સ્ક્વોર્ડ જેલર દેવશીભાઈ કરગીયાઅને તેની એક ટીમ દ્વારા ગુરુવારે સવારે 11 થી બે કલાક સુધી સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું જે ચેકીંગ દરમિયાન જેલના બેરેક 4 તરફના કેદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા બાથરૂમ નંબર 6 માં બે જેટલા મોબાઈલ મળી આવ્યા હતા જે બાદ જેલની કામગીરી સામે મોટા સવાલ ઉભા થયા હતા. આ બનાવ બાદ જેલર દેવશીભાઈ કરગીયા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા કેદી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે બીએનએસ 223 તેમજ પ્રિઝન કલમ 42,43,45(12) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

