Wednesday, February 11, 2026
HomeGujaratમોરબી સિવિલ હોસ્પીટલની દવા બારી 24 કલાક શરુ રાખવા માગ,સિવિલ અધિક્ષકને રજૂઆત

મોરબી સિવિલ હોસ્પીટલની દવા બારી 24 કલાક શરુ રાખવા માગ,સિવિલ અધિક્ષકને રજૂઆત

મોરબીની સિવિલ હોસ્પિટલ હાલ જિલ્લા કક્ષાની હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ તરીકે પણ કાર્યરત થઈ ચુકી છે જેના કારણે વિવિધ સુવિધાઓ વધતા મોરબી ઉપરાંત આસપાસના તાલુકા વિસ્તારના ગામડામાં રહેતા દર્દીઓ સારવાર માટે આવે છે આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર અને મોરબી રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર અને જામનગર એમ ચાર જિલ્લાને જોડતા નેશનલ તેમજ સ્ટેટ હાઇવે સાથે જોડાયેલ હોવાથી આકસ્મિક ઘટના બનતી રહે છે ખાસ કરીને રાત્રીના સમયે આવા બનાવ બનતા ઈમરજન્સી સારવાર કે તાલુકા કક્ષાએથી રેફરલ દર્દી સિવિલ હોસ્પિટલમાં આવે છે સિવિલ હોસ્પીટલમાં સમી સાંજે દવા બારી બંધ થઈ જાય છે જે બીજા દિવસે સવારે ખુલે છે આવી સ્થિતિમાં દર્દીઓ ખાનગી મેડીકલ સ્ટોરમાં દવા લેવા જતા હોય છે

રાજકોટ જામનગર સહિતની જિલ્લા કક્ષાની હોસ્પીટલમાં રાત્રીના પણ દવા બારી શરુ રહેતી હોય તો મોરબી જિલ્લાની સિવિલમાં દવા બારી બંધ રહે છે તે અયોગ્ય કહેવાય ફાર્માસિસ્ટની રાઉન્ડ ધી કલોક ડ્યુટી ફાળવણી કરવામાં આવે તેવી માંગણી સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે અ ઉપરાંત સિવિલ હોસ્પીટલમાં અપૂરતા સિક્યુરિટી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફને કારણે રાત્રીના સમયે અસમાજિક તત્વો તબીબ કે નર્સિંગ સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરતા હોવાની પણ ફરિયાદ ઉઠતા સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ જરૂર પડે હોમ ગાર્ડ અને પોલીસ જવાનની ડયુટી માટે પોલીસ વિભાગમાંથી સ્ટાફ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ રાજુભાઈ દવે,જગદીશભાઈ બાંભણિયા,દેવેશભાઈ તેમજ ગીરીશભાઈ કોટેચા દ્વારા સિવિલ અધિક્ષક,મેડીકલ કોલેજ ડીન, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને  લેખિત રજૂઆત  કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,230SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page