HomeGujaratટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ-બીયર ટીનનો જથ્થો મોરબીમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ, બે...

ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ-બીયર ટીનનો જથ્થો મોરબીમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ, બે શખ્સો ઝડપાયા

મોરબી હળવદ સ્ટેટ હાઈવ પર આવેલા ઉંચી માંડલ ગામ નજીકથી મોરબી એલસીબીની ટીમે   ડમ્પરમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ મોરબીમાં ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો ડમ્પરમાં આરોપીઓએ 2652 બોટલો તેમજ 162 બીયર નો  મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ₹20.68 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થામાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 2652 બોટલો તેમજ 162 બીયર ટીનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા દારૂ અને બીયરની કુલ કિંમત અંદાજે ₹5,40,600 આંકવામાં આવી છે.

દારૂ અને બીયર સિવાય, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું ટ્રક ડમ્પર, એક મોબાઈલ ફોન તથા ડમ્પરમાં ભરેલી 29 ટન માટી પણ પોલીસે કબ્જે કરી છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹20,68,195 થાય છે. મોરબી તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી એલસીબીની ટીમને  ખાનગી બાતમી મળી હતી કે GJ-09-AU-9274 નંબરનું ટ્રક ડમ્પર હળવદ તરફથી મોરબી તરફ આવી રહ્યું છે, જેમાં માટીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમી અનુસાર, ડમ્પરના ડ્રાઈવર કેબિન પાછળના ભાગે બોડીના આગળના હિસ્સામાં ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું.

આ બાતમીના આધારે એલસીબી તેમજ પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફે ઉંચી માંડલ ગામ નજીક સ્પેરોન કારખાના પાસે વાહન ચેકિંગ અને વોચ ગોઠવી હતી. બાતમીવાળું ડમ્પર પસાર થતાં તેને અટકાવી સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ડમ્પરમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે  રાજસ્થાનના બીછવાળા જિલ્લાના શીશોદ ગામના અજયભાઈ કાન્તીલાલ ડામોર અને બોખલા બેરી ગામના  રાહુલ અર્જુનલાલ વિહાતની ધરપકડ કરી છે.

આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ ઉપરાંત માલ મોકલનાર મહેશ નામના શખ્સ અને માલ મંગાવનાર અન્ય અજાણ્યા ઇસમો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઇ એમ.પી. પંડ્યાની માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW