માળિયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે સામાન્ય રીતે ગામડાના સીમ વિસ્તાર માં અવર જવર વાળા વિસ્તારમાં રહેતા અને સાપનો શિકાર કરતું પ્રાણી નોળિયુ ગામની ત્રણ મહિલાને પહેલા કરડ્યું હતું. જે બાદ ગામની મહિલાઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ ઘટનાના 6 મહિના બાદ જોકે જસુબેન રેવાભાઇ ખીંટ નામના વૃદ્ધામાં હડકવાના પણ લક્ષણ જોવા મળતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત નીપજ્યું હતું.

