HomeGujaratમોરબીમાં બીમારી થી કંટાળી આધેડે એસીડ પી આપઘાત કર્યો

મોરબીમાં બીમારી થી કંટાળી આધેડે એસીડ પી આપઘાત કર્યો

મોરબી તાલુકાના જોધપર નદી ગામના રહેવાસી સંજયભાઈ માધવદાસ દેવમુરારી છેલ્લા ઘણા સમયથી પગના તળિયાની ગંભીર બીમારીથી પીડાતા હતા. બીમારીથી હતાશ થઈ તેમણે પોતાના નિવાસસ્થાને કોઈ સમયે એસિડ પી લેતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન સંજયભાઈનું અવસાન થયું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW