HomeGujaratમોરબીમાં 4 ફેબ્રુઆરીએ મેન્ટેનન્સ કામગીરીને પગલે વિવિધ ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીમાં 4 ફેબ્રુઆરીએ મેન્ટેનન્સ કામગીરીને પગલે વિવિધ ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીમાં તા.04/02/2026ના રોજ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા 66 કેવી રંગપર-2 સબ સ્ટેશનમાં જરૂરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી નીચે દર્શાવેલ ફીડરોમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

આ દિવસે સોમાની, એલિક્સ, લેમિના તથા વેલજોન ઇન્ડસ્ટ્રિયલ ફીડરમાં સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેના પરિણામે ઉપરોક્ત ફીડરો હેઠળ આવતાં તમામ વાણિજ્ય તથા ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણોમાં વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં.

તેમજ, PGVCL મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી લાતી પ્લોટ ફીડર પણ તા.04 /02/2026 ના રોજ સવારે 9:00 વાગ્યાથી સાંજના 04:30 વાગ્યા સુધી નવી લાઈન કામગીરી તથા ફીડર રીપેરીંગના કારણે બંધ રહેશે.

આ દરમ્યાન હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક-1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક-1 અને 2, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર-1 અને 2, ગીતા ઓઈલ મીલ આસપાસનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર તેમજ અયોધ્યાપુરી મેઈન રોડ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW