HomeGujaratકોર્ટે સરકારને પૂછ્યું, ઐતિહાસિક ઝુલતા પુલનું રિસ્ટોરેશન ક્યારે અને કેવી રીતે કરશો?

કોર્ટે સરકારને પૂછ્યું, ઐતિહાસિક ઝુલતા પુલનું રિસ્ટોરેશન ક્યારે અને કેવી રીતે કરશો?

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સૂઓ મોટો કેસની સુનાવણી ચાલી રહી છે આ કેસમાં કોર્ટે રાજ્ય સરકાર ને પૂછ્યું હતું કે પીડિત પરિવારને વળતર નોકરી અનાથ બાળકોને અલગ થી વળતર ચૂકવી દેવાયું પરંતુ ઐતિહાસિક ઝુલતા પુલના રિસ્ટોરેશન માટે શું કર્યું? બ્રિજ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે શું પગલા લેવાયા? જવાબદાર અધિકારી સામે પગાર સબંધિત સજા કરી હોવાનું સોગંદનામું કર્યું હતું.

બીજી તરફ હાઈકોર્ટે પીડિતોને પણ જણાવ્યું હતું કે પીડિતો ને દર મહિને વળતર ચૂકવવામાં આવે છે અનાથ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવાય રહ્યો છે દુર્ઘટનામાં પોતાના શરીરના મહત્વના અંગ ગુમાવનાર યુવતીને લગ્ન અને આજીવિકા માટે વળતર આપવામાં આવ્યું છે.પરંતુ તમે ઓરેવા સામે દંડાત્મક વળતર ની માગણી કરી છે.અને તે જાહેર હિતની અરજીમાં માગણી કરી શકાય નહીં તેના માટે અલગ થી સિવિલ કોર્ટમાં અરજી કરવી જોઈએ હવે દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી છે. તેમજ ઝુલતા પુલ દુર્ઘટનામાં રિસ્ટોરેશન બાબત બાકી રહી છે. હાઈ કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી માર્ચ મહિનામાં રાખી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW