આયુષ હોસ્પિટલના અનુભવી અને સુપ્રસિદ્ધ ક્રીટિકલ કેર નિષ્ણાત ડૉ. સત્યજીતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેન્ટિલેટર પર રહેલા 90 વર્ષના અતિ વયસ્ક દર્દીને જીવન જોખમી ગંભીર હાલતમાંથી બહાર લાવી સફળતાપૂર્વક નવજીવન આપવામાં આવ્યું છે.
તા. 15 જાન્યુઆરી, 2026ના રોજ 90 વર્ષના એક વૃદ્ધ દર્દી અર્ધબેભાન અવસ્થામાં આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ સમયે તેમનું ઓક્સિજન લેવલ માત્ર 68 ટકા હતું તેમજ શ્વસનક્રિયા અત્યંત નાજુક હાલતમાં હતી, જેના કારણે તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દીના ફેફસામાં ગંભીર ચેપ ફેલાયેલો હતો અને ફેફસાની કાર્યક્ષમતા ઘણીઘટ થઈ ગઈ હતી. ઉપરાંત હૃદયના ધબકારા અતિશય અનિયમિત હતા અને બ્લડ પ્રેશર પણ અત્યંત નીચું હોવાથી બીપી વધારવા માટે ઊંચા ડોઝમાં ઇન્જેક્શન આપવાની ફરજ પડી હતી.
આટલી ગંભીર સ્થિતિ અને 90 વર્ષની ઉંમર હોવા છતાં ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં સચોટ નિદાન તથા અસરકારક સારવાર અપાતાં માત્ર એક અઠવાડિયામાં દર્દીની હાલતમાં નોંધપાત્ર સુધારો થયો અને તેમને સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દર્દી તથા તેમના પરિવારજનો દ્વારા ડૉક્ટર અને આયુષ હોસ્પિટલ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ રીતે આયુષ હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ સતત સફળ સારવાર થકી અનેક જીવલેણ ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને નવજીવન મળતું રહે છે.

