HomeGujaratમોરબી મનપા દ્વારા 10 મહિનામાં 2,379 રઝળતા પશુઓને પકડી પાંજરાપોળ-ગૌશાળામાં ખસેડાયા

મોરબી મનપા દ્વારા 10 મહિનામાં 2,379 રઝળતા પશુઓને પકડી પાંજરાપોળ-ગૌશાળામાં ખસેડાયા

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ નિયંત્રણ (ANCD) શાખા દ્વારા શહેરમાં રસ્તે રજડતા પશુઓ અંગે વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માર્ચ-2025થી લઈને 28 જાન્યુઆરી-2026 દરમિયાન મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 2,379 રજડતા પશુઓને પકડીને નજીકની પાંજરાપોળમાં અને ગૌશાળાઓમાં સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત, પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા પશુ માલિકોને નિયમિત કરવા માટે 184 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે તેમજ 18 લોકોને ઘાસ વેચાણ માટે પરમિટ મંજૂર કરવામાં આવી છે. શહેરમાં વસવાટ કરતા નાગરિકોમાંથી 33 લોકોએ તેમના પેટડોગનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ તમામ પશુ માલિકોને પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરાવવા તથા પેટડોગ ધરાવતા માલિકોને ફરજિયાત રીતે પેટડોગનું રજીસ્ટ્રેશન કરાવવા શહેરીજનોને અપીલ કરી છે. સાથે જ, અત્યાર સુધીમાં કુલ 1,453 પશુઓનું RFID તથા ટેગિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકાએ પોતાની અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, આવનારા સમયમાં પણ પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા RFID અને ટેગિંગની કામગીરી સતત ચાલુ રહેશે, જે બાબત તમામ પશુ માલિકોએ ધ્યાનમાં લેવી જરૂરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW