મોરબીના નાગડાવાસ ગામમાં રહેતા અનુભાઈ પરમારના ચાર વર્ષીય પુત્ર પિયુષ ગઈકાલના રોજ અચાનક ગામના તળાવમાં પડી જતા ડૂબી જવાથી કરુણ મોતને ભેટ્યો હતો. આ દુઃખદ ઘટનાથી પરિવાર પર આઘાત પડ્યો છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.