HomeGujaratમોરબી કોર્ટે વાંકાનેરના વલાસણમાં થયેલી હત્યાના આરોપીને કસુરવાર ઠેરવ્યો, આજીવન કેદ...

મોરબી કોર્ટે વાંકાનેરના વલાસણમાં થયેલી હત્યાના આરોપીને કસુરવાર ઠેરવ્યો, આજીવન કેદ અને રૂ.26 હજારનો દંડ ફટકાર્યો

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારના વાલાસણ ગામમાં વર્ષ 2020 ના સમયમાં એક હત્યા ની ઘટના બની હતી જે ઘટનામાં પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓ ના નિવેદનના આધારે આરોપીને મોરબી કોર્ટ દ્વારા કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો અને અલગ અલગ કલમો હેઠળ આજીવન કરાવાસ તેમજ રૂપિયા 26,000 નો દંડ ફટકારવમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ના દેવીપુજક વિસ્તારમાં રહેતા પૂજાબેન રમણીકભાઈ ફુલતરીયા એ 23-8-2024 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના પિતા રમણીકભાઈ માતાજીના ભુવા હોય અને તેમની પાસે લોકો આસ્થાથી દાણા જોડાવા માટે આવતા હતા. આ પૈકી આરોપી વિક્રમ ગોરધનભાઈ ફુલતરીયા પણ તેમના પિતા પાસે દાણા જોડાવા માટે તેમના ઘરે આવ્યું હતું બનાવ સમયે તેમના પિતા રમણીક છત પર સુતા હતા જેથી આરોપી તેમના ઘરે પહોંચી ગુસ્સા પૂર્વક તેમના પિતાને ઉઠાડવાનો પ્રયાસ કરી ઝઘડો કર્યો હતો તેમ જ પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદી પૂજાબેન  નાની બહેન કાજલ અને રમણીકભાઈ પર છરી વડે હુમલો કરી બીજા પહોંચાડી હતી. આ બનાવમાં કાજલ ને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યુ હતું.

આ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિક્રમ ફૂલતરીયાની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સેશન્સ કોર્ટના સરકારી વકીલ વિજયભાઈ જાની એ કેસમાં પોલીસે કરેલી તપાસમાં મળેલા પુરાવા, એફઆઈઆર, એફ એસ એલ રિપોર્ટ, ચાર્જ સીટ માં રજૂ કરાયેલા અન્ય પુરાવા ઉપરાંત સાક્ષીના નિવેદન રજૂ કર્યા હતા બન્ને પક્ષની દલીલો અને પુરાવા આધારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ પી વી શ્રીવાસ્તવે આરોપીને આઇપીસી કલમ 302 મુજબ આજીવન કેદ અને 20 હજાર દંડ, આઇપીસી 323 મુજબ 6 માસ કેદ અને 1000 દંડ તેમજ આઇપીસી 324 મુજબ બે વર્ષની કેદ અને 5000 દંડ ફટકાર્યો હતો.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW