મોરબી માં આવેલી લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ છે. જૂની એન્જીનીયરીંગ કોલેજ પૈકીની એક અને સૌરાષ્ટ્રની સૌથી જૂની છે શિક્ષણ પ્રત્યેના પ્રેમના કારણે મોરબી ના મહારાજાની તે સમયે તેઓએ પોતાનો રાજમહેલ કે જે નજરબાગ પેલેસ તરીકે જાણીતો હતો તે મહેલ આ એન્જીનીયરીંગ કોલેજ બનાવવા માટે આ કોલેજ ને આપેલ હતો, તે ઉપરાંત ઘણી બધી જગ્યા પણ આ કોલેજને આપેલ હતી જે હાલ માં આ કોલેજ પાસે જ છે. આટલી મોટી જગ્યા ભાગ્યે જ અન્ય કોલેજ પાસે હશે.

આ નજરબાગ પેલેસ તરીકે ઓળખાતા મહેલની મરામત માટે અમોએ વારંવાર રજુઆતો કરેલ છે. સરકારે હકારાત્મક અભિગમ અપનાવેલ છે. પરંતુ ક્યાં કારણો સર આ કામ શરુ થતું નથી? અને શા માટે આ કામ ગોકળ ગાય ની ગતિ થી પણ ઓછી ગતિ એ પત્ર વ્યવહાર થઇ રહ્યો છે.? કોણ એવું છે કે જે નથી ઇચ્છતું કે આ બિલ્ડીંગ ની મરામત થાય? તે તપાસ નો વિષય છે. આ મરામત ની કામગીરી તાત્કાલિક થવી જોઈએ. હવે થઇ રહેલો વિલંબ વિના કારણ હોય તેવું ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસોસિયેશન જનરલ સેક્રેટરી કે ડી બાવરવા એ દાવો કર્યો છે આ ઉપરાંત તેઓએ મુખ્યમંત્રીને પત્ર લાખી આ જૂની એન્જીનીયરીંગ કોલેજ પાસે ખુબજ મોટી જગ્યા અને બિલ્ડીગો આવેલા છે, તેની સામે એન્જીનીયરીંગના કોર્ષ અને વિધાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી છે. તેના કારણ માં ઓછો સ્ટાફ છે. અને જવાબદારો દ્વારા કામ નકરવાની માનસિકતા તથા કદાચ આ કોલેજ કોઈ પ્રાઇવેટ સંસ્થાને સોપવાનો એજન્ડા સાથેતો કામ નથી થઇ રહ્યું ને? તેવું અમારા ભૂતપૂર્વ વિધાર્થી નો માં ચર્ચા થઇ રહી હતી. કારણ કે મોરબી સમગ્ર ભારત માં સીરામિકક્ષેત્રે અગ્રેસર હોય ત્યારે મોરબી ની કોલેજ માં સિરામિક એન્જીનીયરીંગ નો ડીગ્રી કોર્ષ ના હોય તે ખુબજ દુઃખ ની વાત છે. અહી સરામિક માટે ની અધતન લેબોરેટરી પણ થઇ શકે તેમજ છે. પરંતુ શા માટે નથી થતું તે મોટો પ્રશ્ન છે.
મોરબી ની કોલેજ માં ઘણા બધા કોર્ષો ચાલુ કરી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર છે. છતાં કઈ થતું નથી આ એતિહાસિક ધરોહર ને જીવતી રાખવા અને તેનો વિકાસ કરવા માટે આ કોલેજ ને I.I.T. નો દરજ્જો આપવામાં આવે તેવી માગણી મોરબીના ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસોસિયેશન જનરલ સેક્રેટરી કે ડી બાવરવા એ માંગણી કરી છે

