HomeGujaratમોરબી જિલ્લામાં ટીઆરબીની ભરતી માટે ઉમેદવારો 25 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે

મોરબી જિલ્લામાં ટીઆરબીની ભરતી માટે ઉમેદવારો 25 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે

 મોરબી શહેર તેમજ બે નગર પાલિકા વિસ્તારમાં સતત વધી રહેલી ટ્રાફિક જામ સમસ્યા નિવારવા જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડ (TRB)ના માનદ સેવકોની ભરતીની પ્રક્રિયા ઝડપી બની છે. રાજ્ય સરકાર દ્વારા TRB સભ્યોના માનદ વેતનમાં ધોરણ મુજબ વધારો કરવામાં આવ્યો છે. આના કારણે વધુ ઉમેદવારો આ તકનો લાભ લઈ શકે તે માટે ભરતીની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ લંબાવીને 25 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવી છે.
માનદ સેવા દ્વારા પસંદ થનારા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા નિયત માનદ વેતન મળશે અને શહેરના ટ્રાફિક નિયમનમાં મહત્વનું યોગદાન આપવાની તક મળશે.આ તકનો લાભ લેવા માટે મોરબી, હળવદ અને વાંકાનેરના યુવાનો-યુવતીઓ તાત્કાલિક સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે સીધા પોલીસ અધિક્ષક કચેરીની ટ્રાફિક શાખા (રૂમ નં. 11)ની મુલાકાત લો.નોંધ : આ ભરતી માનદ (Honorary) પ્રકારની છે, જેમાં સમાજસેવાની ભાવના સાથે ટ્રાફિક વ્યવસ્થામાં યોગદાન આપવાની તક છે!

આ ભરતી
મોરબી, હળવદ અને વાંકાનેર શહેરોના રહેવાસી પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અરજી કરી શકશે  ટી આરબી જવાન તરીકે ભરતીમાં અરજી કરનારની ઉમર
 18 થી 40 વર્ષની વચ્ચે  રહેશે  શૈક્ષણિક લાયકાત : ધોરણ 9 પાસ અથવા તેથી વધુ હોવી જરૂરી છે. ઉમેદવાર ની   શારીરિક ઉંચાઈ  પુરુષો માટે  લઘુત્તમ ઉચાઇ  5 ફૂટ 5 ઇંચ જયારે  મહિલાઓ માટે લઘુત્તમ 5 ફૂટ રહેશે. અરજદાર મોરબી / હળવદ / વાંકાનેર શહેરની મહાનગરપાલિકા અથવા નગરપાલિકા વિસ્તારનો જ વતની હોવા જરૂરી છે .

  • ગુનાહિત રેકોર્ડ : કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ (પોલીસ ક્લીયરન્સ જરૂરી).

અરજી કેવી રીતે કરવી?

  1. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ : પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા, રૂમ નંબર 11 (મોરબી)
  2. જમા કરાવવાનું સ્થળ : સો-ઓરડી રોડ, કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી પોલીસ અધિક્ષકની કચેરી, ટ્રાફિક શાખા, રૂમ નંબર 11
  3. જરૂરી દસ્તાવેજો : અરજી ફોર્મ સાથે શૈક્ષણિક પ્રમાણપત્રો, રહેઠાણનો પુરાવો, ઉંમરનો પુરાવો અને અન્ય જરૂરી ખરી નકલો જોડવાની રહેશે 

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW