મોરબી તાલુકાના મકનસર ગામ પાસે ગુનાકારા સનાતન દાસ અને તેનો મીત્ર હરેક્રિષ્ના પ્રબોધકુમાર જૈના ગત તા 7 ના રોજ હાઈવે ક્રોસ કરવા ડીવાઇડર ઉપર ઉભા હોય અને મોરબી તરફથી આવતા .GJ-03-BT-0489 નંબરના ડંમ્પર ચાલકે ડંમ્પર પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી રીતે, માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી સ્ટેરીગં ઉપર કાબુ ગુમાવતા ડિવાઇડર ઉપર ઉભેલ મરણ જનારને હડફેટે લેતા ફંગોળાઇ જતા રોડ ઉપર પડી જતા વાકાનેર બાજુથી પોતાની સાઇડ તરફ્થી આવતા સાહેદના ટ્રક-ટ્રઇલર જેના રજી.નં. GJ-05-BT-3187 વાળાના પાછળના જોટામા આવી જતા પાછળનુ વ્હીલ હરે ક્રિશ્ના નામના યુવાન ઉપર ફરી વળતા તે ને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી. આં બનાવમાં યુવકનું થયું હતું. બનાવ અંગે સનાતન દાસે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

