HomeGujaratઅમદાવાદમાં સોલા ખાતે હરિપ્રબોધમ્ પ્રાર્થના મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

અમદાવાદમાં સોલા ખાતે હરિપ્રબોધમ્ પ્રાર્થના મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ત્રીજી જાન્યુઆરીના રોજ આત્મીય વિદ્યાધામ બાકરોલના પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધસ્વામીજીના સાંનિધ્યમાં અને તેઓના વરદ્ હસ્તે અમદાવાદમાં નવનિર્મિત હરિપ્રબોધમ્ પ્રાર્થના મંદિર-સોલાનો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો.

અનાદી મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદસ્વામીજીના દીક્ષા દિન એટલે પોષી પૂનમના શુભ દિને ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી અને ગુરુ પરંપરાની મૂર્તિપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે હરિપ્રબોધમ્ પરિવારના સંતો તથા સાધ્વી બહેનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરકભાઈ શાહ, બાળ સંરક્ષણ આયોગ-ગુજરાતના ચેર પર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, ભાજપ અગ્રણી દુષ્યંતભાઈ પંડ્યા, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ઋત્વિજભાઈ પટેલ, સ્ટે. કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, AMC ના ગૌરાંગભાઈ પ્રજાપતિ, વોટર અને ડ્રેનેજ વિભાગના દિલીપભાઈ બગાડિયા, ગોતા વોર્ડ – ભાજપના પ્રમુખ ભાર્ગવભાઈ પંડ્યા, દિલીપભાઈ પટેલ, રજનીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તેઓની સાથે પ્રદેશ ભાજપ અગ્રણી ધવલભાઈ દવે, શહેર યુવા મોરચા ભાજપના મંત્રી મયુરભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ, રવિ કન્સ્ટ્રક્શન ના જગદીશભાઈ ગજ્જર, બળવંતભાઈ ગજ્જર, બેકેન્સી ના બિનલભાઈ પટેલ, મારુતિ ટેક્લેબ ના મિતુલભાઈ માકડિયા, રાજશ્રી ગ્રુપના બકુલભાઈ શાહ, કેવલભાઈ શાહ, GTPL ના કોર્પોરેટ ટેકનિકલ હેડ રાજેશભાઈ કમ્બોજ, ઝેલાસવેબના વિશાલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

હરિપ્રબોધમ્ પરિવાર સાથે આત્મીયતાથી જોડાયેલ ડોક્ટર વૃંદમાં અપોલો હોસ્પિટલના ડો. અશોકભાઈ મહેતા, ધ્રુવભાઈ મહેતા, રેડસ્કેવર ના ડૉ. તપનભાઈ પટેલ, ગ્લોબલ હોસ્પિટલના, ડૉ. બ્રિજેશભાઈ પટેલ, બરોડા હાર્ટ હોસ્પિટલના ડૉ. નિલયભાઈ બ્રહ્મચારી, આઈસમેકના રાજેન્દ્રભાઈ પટેલ, અક્ષયભાઈ પટેલ, નારાયણ હૃદયાલય ના હેમંતભાઈ ભટ્ટનાગર, અલાયામ ના ડૉ. તુષારભાઈ પટેલ, ડૉ. દીપેનભાઈ પટેલ, ડૉ. કૃપાબેન અરીવાલા, બાવીશી ફર્ટિલિટીના ડૉ. હિમાંશુ બાવીશી, જીવરાજ મહેતા બ્લડ બેંકના રોનકભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂ. ગુરુપ્રસાદસ્વામીએ દાસત્વ તરફની યાત્રા મંદિર થકી કેવી રીતે કરી શકાય તેની વાત કરી પ્રાર્થના કરી હતી. ગુરુહરિ પ્રબોધસ્વામીજી એ મંદિરની અનિવાર્યતા અને ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીના યુગકાર્યનું દર્શન કરાવ્યું હતું. આ પ્રસંગે હરિપ્રબોધમ્ પરિવારના સંતો, સાધ્વી બહેનો, સાધકો તથા ભક્તો અને આમંત્રિત મહેમાનો સહિત લગભગ 1800 જેટલા ભક્તોએ દર્શન, સભા તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW