HomeGujaratટંકારા ખાતે આર.ટી.ઓ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ટંકારા ખાતે આર.ટી.ઓ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન

આજે તા.02/01/2026 (શુક્રવાર)ના રોજ સવારે 10:30 વાગ્યે આર.ટી.ઓ મોરબી દ્વારા જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યોની સાથે રાખીને ઓરપેટ કન્યા છાત્રાલય, ટંકારા ખાતે ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ઉદ્દઘાટન નાયબ પોલીસ અધિક્ષક સમીર સરદાના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મૂકી તેમાં એ.આર.ટી.ઓ આર.પી.પ્રજાપતિ, ટંકારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ઓરપેટ કન્યા છાત્રાલયના કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા વગેરે ઉપસ્થિત રહ્યા. મંચસ્થ દ્વારા આર.ટી.ઓ, પોલીસ, છાત્રાલયનો સ્ટાફ અને 150 થી વધુ વિધાર્થીની ઓને માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ. જાન્યુઆરી 2026 દરમીયાન આર.ટી.ઓ તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવનાર માર્ગ સલામતીના કાર્યક્રમોની જાણ કરવામાં આવી.

વિધાર્થીનીઓને આવનારા ભવિષ્યમાં એક સાચા અને સજાગ વાહનચાલક કેવી રીતે બનવુ, રસ્તા પર થતા અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરનાર માટે રાહવીર યોજના, એન્ફોર્સમેન્ટની કામગિરી એ માર્ગ સલામતીનું જ એક અંગ છે, ટ્રાફિકના નિયમો જાણવા અને તેનું પાલન કરવું વગેરે વિષય પર વિધાર્થીઓને સમજૂતી આપવામાં આવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW