મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે ઓનલાઈન ટ્રેડીંગ, કે ઇન્વેસ્ટમેન્ટ ના નામે અલગ-અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી છેતરપીંડીની ઘટના અવાર નવાર બનતી રહે છે જેમાંથી કેટલીક ઘટનામાં મામલો પોલીસ મથક સુધી પહોચે છે તો ઘણી ઘટનાઓ પોલીસ ચોપડે પણ પહોચતી નથી જોકે હવે આઈસ પોર્ટલ ગેટ ના નામથી સાઇબર ફ્રોડ થવાની ઘટના સામે આવી છે જેની સાઈબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડમાં આવેલા પ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા દિપક વલમજીભાઇ પાંચોટિયા મોરબી સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે તેઓની નાશા ઇન્ટરનેશનલ સહિત મોરબીની અલગ અલગ 8 પેઢીઓઓના દસ્તાવેજ સાથે ચેડા કરી સાઈબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા આઈસ ગેટ પોર્ટલ પર ખોટી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને બનાવટી ઇ મેઈલ એડ્રેસ મોબાઈલ નંબર તેમજ બોગસ ડીઝીટલ સિગ્નેચર નો ઉપયોગ કરી આઈસ ગેટ રોડ ટેપ સ્કીમ અંતર્ગત સરકાર તરફથી મળેલી રકમ ની સ્ક્રીપ્ટ તૈયાર કરી અન્ય આઈસ ગેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી જયારે તેઓને પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જાણવા મળતા તેઓએ તેમના બિઝનસ સર્કલમાં આ અંગે જાણકારી આપતા નેક્ષોના સીરામિક,એલ એલપી,લક્ઝરીકો સીરામિક ,વિવાન્ટા સિરામિક સિલ્ક સિરામિક લીનોરા વિટ્રિફાઈડ એમ કુલ 6 સિરામિક એકમ સાથે પણ આ જ રીતે ફ્રોડ થયું હતું જેની તપાસ કરતા કુલ 1.62 કરોડ જેટલી રકમનું ફ્રોડ થયાનું સામે આવ્યું હતું
બનાવ અંગે દીપકભાઇ તેમજ અન્ય ઉદ્યોગકારોની ફરિયાદ આધારે સાઈબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

