દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે તા. ૨૬ મી ડિસેમ્બર “ વીર બાલ દિવસ “ને રાષ્ટ્રીય દિવસ તેમજ ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે “અટલ સ્મૃતિ સંમેલન” નું આયોજન માળિયા તાલુકામાં આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવ્યું છે આ ઉપરાંત આજે તમામ ભાજપ કાર્યકર્તા અને મતદારોને SIR અંગે માહિતી એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેસંગ ભાઈ હુંબલ મોરબી જીલ્લા ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ગોપાલ ભાઈ સરડવા,એપીએમસી ચેરમેન મનહર ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પૂર્વ તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ પ્રાણજીવનભાઈ કાવર ,મણીભાઈ સરડવા જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ હુંબલ, માળીયા તાલુકા મહામંત્રી મનીષભાઈ કાંજીયા તેમજ ડી.ડી. જાડેજા હાજર રહ્યા હતા હતા.

આ માળિયા તાલુકાના તમામ આગેવાનો કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારો સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ બુથ પ્રમુખ તથા શક્તિ કેન્દ્ર ના સંયોજક તથા BLA 2 ના સભ્યો પણ હાજર રહ્યા હતા આ તકે વૃદ્ધાશ્રમ માં રહેતા વડીલો ભોજન કરાવવામાં આવ્યું હતું. વડીલોએ પણ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા નુ આરોગ્ય વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા

