મોરબી શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે. અને મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાડ અંકુશ શાખા શરૂ કરવામાં આવી છે
અને તે અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ હોવાનો મહાપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. માર્ચ 2025થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન મહાપાલિકાની પ્રાણી રંજાળ અંકુશ શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી 2025 જેટલા રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા અને આ પકડાયેલા ઢોરને નજીકની ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે
આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન મોરબી શહેરમાંથી 178 પશુ માલિકો દ્વારા તેમના પાલતુ પશુઓને રાખવા માટેના લાયસન્સ લેવામાં આવ્યા હોવાનું પણ અને 18 લોકો દ્વારા યોગ્ય સ્થળે ઘાસ વેચાણ માટેના પરમિટ મેળવ્યા હોવાનો પણ મહાનગર પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનને પણ રાખવા માટેની નોંધણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોરબી શહેરમાં 31 જેટલા શહેરીજનો દ્વારા પાલતુ શ્વાન રાખવા માટેની નોંધણી કરાવવામાં આવી છે. આમ કુલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં 135 પશુપાલકોના 835 પશુઓની નોંધણી કરવામાં આવી હોવાનું કહેવાયું છે.

