HomeGujaratસુરતમાં મહિલા 5 વર્ષના પુત્ર સાથે 14મા માળેથી કુદી,દીકરાનું મોત:બંને કાર પર...

સુરતમાં મહિલા 5 વર્ષના પુત્ર સાથે 14મા માળેથી કુદી,દીકરાનું મોત:બંને કાર પર પડ્યાં,

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં ગુરુવારે વહેલી સવારે એક માતાએ તેના પુત્ર સાથે 14 માં માળેથી છલાંગ લગાવી આપઘાત નો પ્રયાસ કર્યો હોવાની એક ચકચારી ઘટના બની હતી. જોકે આ બનાવમાં માતા પુત્ર નીચે પાર્ક કરેલી કાર પર પડતા માતાને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને તેની હાલત પણ નાજુક હોવાની વાત સામે આવી છે જોકે તેના માસૂમ બાળકનું મોત થયા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી જોકે સ્થાનિક લોકોના મતે આ મહિલા આવાસ વિસ્તારમાં ન રહેતી હોય તેવું સામે આવ્યું છે જેથી પોલીસે આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાની અને તેના પરિવારની ઓળખ મેળવવા તેમજ આપઘાતના પ્રયાસનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી

સુરત શહેરમાં અગાઉ પણ આ રીતે એક મહિલાએ તેના બાળક સાથે આપઘાત ની ઘટનાને અંજામ આપ્યો હતો ગત ૩ સપ્ટેમ્બર 2025માં એક મહિલાએ સૌ પ્રથમ  તેના બે વર્ષના પુત્રને ફેંકી તેની હત્યા કર્યા બાદ પોતે પણ છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. ત્યારે રીતે આ રીતે આપઘાતની ઘટનાં બનતા સમાજ માટે ચિંતાજનક સ્થિતિ બની રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW