HomeGujaratમોરબીના વીશીપરામાંથી સાત જુગારી ઝડપાયા

મોરબીના વીશીપરામાંથી સાત જુગારી ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વીશીપરામાં દરોડો પાડ્યો હતો. જ્યાં પ્રજાપત કારખાના પાછળ નદીના પટમાં જાહેરમાં જુગાર રમતા યોગેશભાઇ સવશીભાઇ અગેચણીયા, હીતેશભાઇ રમેશભાઇ પરમાર, ચંદુભાઇ મેરૂભાઇ અગેચણીયા, જશવંતભાઇ મુકેશભાઇ પાટડીયા, અનીલભાઇ શંકરભાઇ અગેચણીયા, સલીમભાઇ કરીમભાઇ ચાનીયા અને મેરૂભાઇ મુન્નાભાઇ અગેચણીયા નામના સાત શખ્સોને કુલ રૂ.1,940ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW