HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલે નવજાત બાળકનો જીવ બચાવ્યો

મોરબીની આયુષ હોસ્પિટલે નવજાત બાળકનો જીવ બચાવ્યો

મોરબી શહેરના આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા એક નવજાત શિશુને જન્મ સમયે ગંભીર શ્વાસની તકલીફ હતી. તાત્કાલિક સારવાર તરીકે બાળકને વેન્ટિલેટર અને ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ તબીબી દેખરેખ આપવામાં આવી. તપાસ દરમિયાન લેવાયેલા એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા હોવાનું અને લોહીની તપાસમાં ગંભીર ચેપ હોવાનું જાણવા મળ્યું. બાળકને 12 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો અને ત્યારબાદ 3થી 4 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યું. કુલ 14 દિવસ સુધી એન્ટીબાયોટિક સારવાર અપાતા બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. બાદમાં બાળક માતાનું દૂધ પીતા શીખ્યું અને વજનમાં પણ વધારો થયો. આશરે 22 દિવસની સફળ સારવાર બાદ બાળકને સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં આયુષ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW