મોરબીના અગલ-અલગ માર્ગો પર જીવલેણ અકસ્માતની ઘટના સતત વધી રહી છે ખાસ કરીને નાના વાહન ચાલકો કે ચાલીને જતા વાહનો ટ્રક અને મોટા વાહનની ઝપટમાં આવી મોતને ભેટી રહ્યા છે ત્યારે મોત બનીને દોડતા આવા ટ્રક ચાલકને કારણે રંગપર બેલા રોડ પર વધુ એક નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે
મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ મોરબીના રંગપર બેલા નજીક આવેલા એલટાઇલ્સ નામની ફેકટરીમાં રહી મજુરી કામ કરતા મૂળ દાહોદ જિલ્લાનો વતની કરણસિહ રાજુભાઈ પરમાર નામનો યુવાન ગત તા 16 ના રોજ જીજે 10 સીબી ૦૩૮૩ નંબરનું બાઈક લઈને રંગપર બેલા રોડથી વિરાટ નગર તરફ જતા રોડ પસાર થઇ રહ્યો હતો ત્યારે આઈઓ સીએલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતો હતો ત્યારે RJ-7-JE-4713 નંબરના ડમ્પર ચાલક દ્વારા તેને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108 ની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર માટે મોરબીના સામા કાઠા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો જોકે રાજકોટ પહોચે તે પહેલા જ રસ્તા તેનું મોત નીપજ્યું હતું બનાવ બાદ મૃતકના પિતાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

