HomeGujaratટંકારાના જોધપર ગામેથી બાઈક ચોરી કરનાર શખ્સની ધરપકડ

ટંકારાના જોધપર ગામેથી બાઈક ચોરી કરનાર શખ્સની ધરપકડ

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકીંગમાં હોય તે દરમિયાન એક ઇસમ મોટર સાયકલ ચલાવી નીકળતા ઇસમને રોકી મોટરસાયકલની આર.સી.બુક આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી પોલીસ દ્વારા પોકેટકોપ/ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં મો.સા. નંબર-GJ-20-BH-3021 તથા એન્જીન ચેસીસ નંબર સર્ચ કરી જોતા મો.સા.ઓનર કમલેશભાઇ અભસિંગભાઇ પલાસ રહે. પીપોદરા ગામ તા-ધાનપુર જી-દાહોદ વાળા હોય અને ફરીયાદી વિજયભાઈ અભલાભાઇ ઉર્ફે અભેસિંગ પલાસ રહે. હાલ-જોધપર(ઝાલા) ગામની સીમ પ્રવિણભાઇ પટેલની વાડીમાં તા-ટંકારા જી-મોરબી વાળાએ ઇએફ.આઇ.આર. દાખલ કરાવેલ હોય જે અંગે ખરાઇ ખાત્રી કરતા જોધપર ઝાલા ગામે વાડી વિસ્તારમાંથી ચોરી થયેલાની ફરીયાદ દાખલ થયેલ હોય અને પકડાયેલ ઇસમ મુકેશભાઇ અભેસીંગ બસુભાઇ સંગાડા (ઉ.વ.૨૫) રહે. હાલ રંગપર વીનોદભાઇ પટેલની વાડીમાં તા.જી. મોરબી મુળ ગામ અગાશવાણી નિશાળ ફળીયું તા.ધાનપુર જી.દાહોદવાળાએ ચોરી કરેલાની કબુલાત આપી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW