HomeGujaratભૂગર્ભ લાઈનમાં ખેતરના પાણીની નિકાલ લાઈન જોઈન્ટ કરતા મહિલાઓએ કર્યું ચક્કાજામ

ભૂગર્ભ લાઈનમાં ખેતરના પાણીની નિકાલ લાઈન જોઈન્ટ કરતા મહિલાઓએ કર્યું ચક્કાજામ

મોરબીના વાવડી ગામની નજીક આવેલા સુમતિનાથનગર અને જૈન સોસાયટી માં આપેલા ભૂગર્ભ ગટરના કનેક્શનમાં સામેના એક ખેતરના પાણીના નિકાલનું કનેકશન પણ જોડવામાં આવતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી

 

અને આ કનેકશન થી તેમના ઘરમાં ગટરના પાણી ભરાઈ જશે અને રોગચાળો ફાટી નીકળશે તેવી આશંકા સેવી હતી.બે દિવસ પહેલા પણ જ્યારે મહાનગર પાલિકાની ટીમ આ કનેકશન નું કામ કરવા આવી ત્યારે પણ મહિલાઓએ વિરોધ કર્યો હતો જેથી તે સમયે કામ અધૂરું મૂકી મનપાના કર્મચારીઓ પાછા વળી ગયા હતા જોકે આજે ફરી એકવાર આ કામગીરી કરતા મહિલાઓએ રોષે ભરાઈ હતી અને વાવડી રોડ બ્લોક કરી વાહનોની અવર જવર બંધ કરવી હતી.મહિલાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો, મહિલાઓ કરેલા ચક્કાજામને કારણે વાવડી રોડ વિસ્તારમાં વાહનોની અવર જવર અટકી ગઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW