HomeGujaratવીજ કંપની અધિકારી સામે ફરિયાદ બાદ હવે જેટકોના ઈજનેરો એસપી કચેરીએ પહોચ્યા...

વીજ કંપની અધિકારી સામે ફરિયાદ બાદ હવે જેટકોના ઈજનેરો એસપી કચેરીએ પહોચ્યા ફરિયાદ રદ કરવા માગ

માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામના વતની અને રાજકોટ રહેતાજયસુખભાઇ રામજીભાઇ અવાડીયા નામના  એક ખેડૂત દ્વારા માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં જેટકો કંપનીના એન્જીનીયર અને કર્મચારીઓ આરોપ લગાવ્યો હતો કે કરી તમામ લોકો દ્વારા  તેમની માલિકની સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૨ વાળી જમીનના ગેટ સામે તેમની પૂર્વ મંજુરી લીધા વીના કે વળતર વીણા તેમની જમીનના બદલે સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૧ ના માલીક કચરા લાખાભાઇ ને રૂ.૨૬૬૯૧૫/- વળતર ચુકવી તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે

આ ફરિયાદ બાદ આજે જેટકો કંપનીના એન્જિનિયર એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને
આવેદન આપવામાં આવ્યું છે. જેમાં વષઁ ૨૦૧૮ માં થયેલ ૧૩૨કેવી મોટા દહિંસરા  DC લીલો લાઇન ના કામ અંગે જેટકો ના અધિકારીઓ ઉપર FIR  કરવામાં આવી છે તદન ખોટી છે જેથી  આ ફરિયાદ રદ કરવામાં આવે તેઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે

ગુજરાત એનર્જી ટ્રાંસમિશન લિમિટેડ ( GETCO) ને કોર્પોરેશન મળેલી અધિકાર ની રુએ, જેટકો દ્વારા ૧૩૨કેવી D/C લીલો મોટા દહિંસરા લાઈન ની કામગીરી પુણઁ કરેલ હતી. જાહેર હીત માટે, આ લાઇન અને ૧૩૨કેવી મોટા દહિંસરા સબસ્ટેશન ની માળખાકીય સુવિધા મળતા, માળીયા તાલુકાના લોકોની સુખાકારીમાં ખુબ જ મોટો વધારો થયો છે.બે દિવસ પહેલા જેટકો અધિકારીઓ ઉપર ૨૦૧૮ માં કરેલી લાઇન અંગે, પંચમાં માત્ર એકાવ્યક્તિ ની કથિત સહી અને બે ભાઇઓ વચ્ચે જમીન વિવાદમાં , આશરે એક વરસ પછી જમીન માપણી કરાવી ને , જેટકોના દરેક પ્રકારના કાગળ  GETCO દ્વારા લખાયેલા પત્રોને અવગણીને, આશરે આઠ વરસ પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને GETCO તમામ પ્રકિયા માંથી નિયમ મુજબ ચાલી છે તેમાં કશું ખોટું ન થયા હોવાનો જેટકો કંપનીના એન્જિનિયર એસોસિએશન દ્વારા બચાવ કરવામાં આવ્યો છે અને આ મુદે યોગ્ય વલણ દાખવી જેટકો ઓથોરિટી ની પુવઁ મંજુરી વગર, જેટકો અધિકારી ની જાણ બહાર અને પુરતી તપાસ કયાઁ વગર ફરિયાદ દાખલ થંઇ છે.તે રદ કરવાની માંગ કરાઈ છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW