Sunday, January 18, 2026
HomeGujaratમોરબીમાં 5 સ્થળે બનશે ફાયર સ્ટેશન સુધારા શેરીમાં જુનું બિલ્ડીંગ તોડવાની કામગીરી...

મોરબીમાં 5 સ્થળે બનશે ફાયર સ્ટેશન સુધારા શેરીમાં જુનું બિલ્ડીંગ તોડવાની કામગીરી શરુ

સીરામીક નગરી હવે મહાપાલિકા આવતા મહાનગર બની જવાથી આગની દુર્ઘટનાઓને પહોંચી વળવા વર્ષો જૂનું એકમાત્ર અલ્પ સુવિધા સાથેનું ફાયર સ્ટેશન ટૂંકું પડતું હોવાથી અવાર નવાર નવા ફાયર સ્ટેશન શરુ કરવાની માંગણી ઉઠી રહી હતી જે બાદ મોરબી મહાનગર પાલિકા હાલના ફાયર સ્ટેશનના રી ડેવલપમેન્ટ

શહેરમાં અલગ અલગ જગ્યાએ સર્વે કરીને નવા ફાયર સ્ટેશન બનાવવાની સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. આથી પાંચ ફાયર સ્ટેશનને બનાવવાની મંજુરી આપવામાં આવી છે.

શહેરમાં સુધારા શેરીમાં જુનું ફાયર સ્ટેશન આવેલું છે, મોટાભાગની દીવાલ જાણે પડવાના વાંકે ઉભી હોય તેવી સ્થિતિ બની ગઈ હતી. જોકે આ બિલ્ડીંગ નિર્માણ માટે વર્ક ઓર્ડર મળી જતા આજથી તોડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે, ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ ફાયર સ્ટેશન પરથી બ્રાઉઝર નીકળવા અને આગની ઘટના સુધી પહોચવામાં ભારે જહેમત ઉઠાવી પડી રહી છે

ભૌગોલિક સ્થિતિ તેમજ ઔદ્યોગિક સ્થિતિને કારણે સામાં કાંઠા વિસ્તારમાં તેમજ શનાળા અમરેલી ગામ નજીક ફાયર સ્ટેશન નિર્માણ થનાર છે જેના માટે હાલ ટેન્ડર પ્રકિયા ચાલી રહી છે. જેમાં શહેરમાં સૌથી મોટું એટલે મોડલ ફાયર સ્ટેશન સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે રૂ. 8.31 કરોડ, સુધારા શેરી ખાતે રૂ.1.40 કરોડ, શક્ત શનાળા પાસે ઝોનલ ફાયર સ્ટેશન રૂ.9.21કરોડ, અમરેલીમાં રૂ. 12.25 કરોડ અને એસપી રોડ ઉપર 8.53 કરોડના ખર્ચે એમ પાંચ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.

આ અંગે મહાનગરપાલિકાના બાંધકામ વિભાગના ડે. ઈજનેરે જણાવ્યું હતું કે, સુધારાશેરીમાં આવેલું વર્ષો જૂનું ફાયર સ્ટેશનની જગ્યા બહુ જ ટૂંકી હોવાથી ત્યાં મૂળ જગ્યામાં જ નવા મંજૂર થયેલા ફાયર સ્ટેશનને નવેસરથી બનાવવામાં આવી રહ્યું છે. એટલે આ એકનું નવીનીકરણ અને બાકીના ચાર નવા ફાયર સ્ટેશનો બનશે. એમાં સામાકાંઠે સર્કિટ હાઉસ ખાતે હાલ નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.

બાકીના ત્રણ ફાયર સ્ટેશનોની કામગીરી પણ શરૂ કરાશે. જો કે નગરપાલિકા વખતથી આ દરખાસ્ત થતી હતી. ત્યારે એક સામાકાંઠે સીરામીક ઉધોગ વધુ હોય આગ લાગવાની ઘટના બને તો તરત જ પહોંચી શકાય એટલે ત્યાંજ ફાયર સ્ટેશન બનાવવાની મંજૂરી મળી ગઈ હતી. હવે એની કામગીરી શરૂ કરાઇ છે.

ક્યા ક્યા ફાયર સ્ટેશનોમાં કઈ કઈ સુવિધા હશે ?‎

• સુધારા શેરીમાં આવેલ જુના ફાયર સ્ટેશનમાં સ્ટાફ, ફાયર બાઉઝર સાથે આધુનિક સુવિધા • સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે મોડેલ ફાયર સ્ટેશનમાં રૂ. 8.31 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાટર્સ, ગાર્ડન, પાર્કિંગ, મોકડ્રિલ ટાવર સહિતની સુવિધા, બે લાખ લિટર પાણીની ટેન્કર સાથેની સુવિધા હશે. • શહેરના એસપી રોડ પર 8.53 કરોડ રૂપિયાના ખર્ચે ગાર્ડન, પાર્કિંગ, ટ્રેનિંગ સેન્ટર સહિતની સુવિધા સાથે ફાયર સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. • શનાળામાં પણ રૂ. 9.21 લાખ રૂપિયાના ખર્ચે ઝોનલ ફાયર સ્ટેશનમાં સ્ટાફ ક્વાટર્સ, ગાર્ડન, પાર્કિંગ સહિતની સુવિધાઓ હશે. • મોરબીમાં સમાવિષ્ટ અમરેલી નજીક રૂ.12.25 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનમાં સ્વિમિંગ પુલ, ટ્રેનિંગ સેન્ટર, ક્વાટર્સ, મોકડ્રિલ ટાવર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page