Saturday, December 6, 2025
HomeGujaratવરસાદ વિના પણ મચ્છુ 2 ડેમમાં પાણીની આવક થતા 1 ગેટ...

વરસાદ વિના પણ મચ્છુ 2 ડેમમાં પાણીની આવક થતા 1 ગેટ અડધો ફૂટ ખોલાયો

મોરબીમાં હાલ ક્યાય વરસાદ નથી તેમ છતાં મચ્છુ 2 ડેમમાં પાણી ની આવક થઇ અને તે પણ એટલી કે ભર શિયાળે ડેમનો એક દરવાજો ખોલી 323 કયુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે મોરબી મચ્છુ 2 સિંચાઈ યોજના દ્વારા જાહેર કરેલી વિગત મુજબ હાલ મોરબીના મચ્છુ 2 ડેમમાં નર્મદા ના નીર ની આવક થઇ રહી છે હાલ  ડેમ 100 ટકા ભરાઈ ગયો છે અને ડેમનું લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જેથી મચ્છુ 2 ડેમ હાલ  187.94 ફૂટની પૂર્ણ સપાટીએ 3104 એમસીએફટી જેટલું ભરાયેલ છે જોકે હજુ પણ નર્મદાના પાણીની આવક ને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ 2 ડેમનો 1 દરવાજો અડધો ફૂટ ખોલી 323 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું

આ સ્થિતિને ધ્યાને લઇ મોરબી શહેર તેમજ તાલુકાના 20 ગામ અને માળિયા તાલુકાના 9 ગામને એલર્ટ કરવામાં આવ્યું છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page