HomeGujaratમોરબીમાં ભાવી પત્ની સાથી મનમેળ ન થતા યુવકે કર્યો આપઘાત

મોરબીમાં ભાવી પત્ની સાથી મનમેળ ન થતા યુવકે કર્યો આપઘાત

મોરબીની લીલાપર ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે ઝૂંપડામાં રહેતા મૂળ ભાણવડના વતની  વિજયભાઈ ભીમાભાઈ ચૌહાણના નામના 19 વર્ષીય નવ યુવકે ગત રવિવારે  બપોર સમયે  પોતાના ઘરમાં ગળાફાંસો ખાધો હતો. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવાનની સગાઈ થઈ ગયેલ હતી, પરંતુ ભાવિ પત્ની સાથે કોઈ કારણોસર મનમેળ ન હોવાથી તેણે આ પગલું ભર્યું હતું. મૃતકના ભાઈ મેરૂભાઈ ભીમાભાઈ ચૌહાણે (ઉંમર ૩૦) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એમ.પી. ઝાલા ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW