મોરબી જિલ્લામાં ઓદ્યોગિકીકરણને કારણે લોકોનું જીવન ધોરણ ઉચું જોવા મળી રહ્યું છે તેમાં પણ આજની નવી જનરેશન મોંઘા સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક ગેઝેટ અને લકઝરી વાહનોની ખરીદી કરતો થયો છે તેમાં પણ ચાલુ વર્ષે વાહનોની ખરીદીમાં કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી તહેવાર પહેલા GST દરમાં ઘટાડો કરવામાં આવતા ઓટો મોબાઈલ સેક્ટરમાં તેની જોરદાર અસર જોવા મળી છે. કેન્દ્ર સરકારે નવા વાહનો પરનો GST ઘટાડતાં માત્ર બે મહિનામાં (22 સપ્ટેમ્બરથી 27 નવેમ્બર સુધી) મોરબી જિલ્લામાં 12 451 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જે સામાન્ય સમયની સરખામણીએ ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયગાળામાં 3 કરોડની ઇલેક્ટ્રિક મર્સિડિઝ-Maybach, જેગુઆર ની લેન્ડ રોવર, byd india કંપનીની કાર ઉપરાંત મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કાર સહિત 39 જેટલી લક્ઝરી કાર વેચાઈ છે,
મોરબી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં મારુતિ સુઝુકી, ટાટા, હ્યુન્ડાઈની ફાઈવ સીટર થી તેમજ સેવન સીટર કારનું પણ વેચાણ થયું છે મોરબીમાં છેલ્લા બે મહિનામાં 2089 કાર,8684 બાઈક,484 ગૂડ્સ કેરિયર,66 ડમ્પર,404 એગ્રીકલ્ચર ટ્રેક્ટર, 69 કોમર્શીયલ ટ્રેક્ટર તેમજ 444 પેસેન્જર રીક્ષા,139 ગુડ્સ રીક્ષા સહિત કુલ 375 કરોડ 62 લાખની કિમતના 12451 જેટલા વ્હીકલનું વેચાણ માત્ર બે મહિનામાં જ થયું હોવાનું સામે આવ્યું છે અને આ વેચાણ થકી રાજ્ય સરકારને વાહન રજીસ્ટ્રેશન થકી 22 કરોડ 51 લાખની આવક થઇ છે


